STORYMIRROR

ધારા આહીર "પ્રવાહ"

Tragedy Others

3  

ધારા આહીર "પ્રવાહ"

Tragedy Others

મચ્છુ દુર્ઘટના

મચ્છુ દુર્ઘટના

1 min
212

મચ્છુ તારી આજ ભોમકા જો ને છે લજાણી,

૨૧ના ગાળે ફરી મોરબીમાં કારો કેર છે સર્જાણો,


મચ્છુ ફરી આજ તારો એક ઇતિહાસ છે રચાયો,

પણ કેટલાય પરિવારનું તે નામોનિશાન મિટાવ્યું,


તૂટ્યો ઝૂલતો પુલ દુઃખ એનું પણ નથી અમને,

પણ કોઈના આભના તારલાં તૂટી ગયા એનું શું ?

 

કેટલાય ભૂલકાઓ ડૂબી મર્યાને કેટલાય તરી વળ્યાં,

ગંદી છે રાજનીતિની રમતમાં સૌ કોઈ રમતાં રહ્યાં,


હરખનો માહોલ આમ માતમમાં ફેરવાય જોયું ને ?

મચ્છુના પાણીનો શ્રાપ જીવલેણ છે આ સાચું ને ?


કોઈના કરેલા કોઈ ભોગવે છે એમ જીવ ખોવે છે,

મચ્છુ તારું પાણી દરવખતે મનુષ્યને કેમ ઝંખે છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy