STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Drama

4  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Drama

મૌનની શક્તિ

મૌનની શક્તિ

1 min
181

મૌનની શક્તિ જાણી લે જીવલડાં...


મૌનની શક્તિ મહાન જગતમાં..

મૌનની સાધના છે મહાન.


મૌનધારી ઋષિમુનિના, લલાટે દિવ્ય તેજ દેખાય,

ધીર ગંભીર વ્યક્તિત્વની, ગરીમા વધતી જાય.....મૌનની,


માનસિક તપ કરનાર સંત મહન્તોનો આ જગત પર વિશ્વાસ,

કથા કીર્તન ને ઉપદેશ દ્વારા, સર્જે છે ચમત્કાર... મૌનની...


જીવનની સાધનામાં જીવલડાં, મૌનનું ઉચ્ચ સ્થાન ગણાય,

સમાજ સુધારવા કાજે, સંતવાણીનો પ્રભાવ જણાય...

મૌનની....


મૌનના પ્રભાવથી જીવનમાં, સૌમ્ય ને સરળતા વધતી જાય,

માનસિક ને શારીરિક શક્તિનો વિકાસ. મૌનની સાધનાથી સધાય... મૌનની....


કાર્યને મનની એકાગ્રતા, સાધવા જીવનમાં મૌન સમાય છે,

મૌની ઋષિ, સાધુસંતો ને લોકો દુનિયામાં આગવું નામ કમાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama