મૌની વૃત્તિ
મૌની વૃત્તિ
પ્રેમને લાગણી વગરનું જીવન જાણે..
નીરજી પથ્થર જેવું મૌન લાગે...
શુષ્કને નીરસ.
અનુભૂતિ નથી ત્યાં વાચા નથી.
જીવન એક,
લાગણીનો ટહુકો સાંભળે.
એમા એક હોડ હોય છે.
તેમાં દોડતા રહેવું,થાક, વિસામો નથી કયાંય કયારેય..
કાગળ પર ચિતરામણ કરુ મારી સંવાદનાઓ...
થોડી વાચા આપું.
મારી સંવેદના એક હકીકત જ છે..
અંતરઆત્મા અંદર થી પડઘો પાડે.
જેમ લખતાં લખતાં. લહિયા થવાય..
એમ કોશીશ કરુ થોડી..
સંવેદના અને સંયમનો.
સહજ સંગત વર્તાય.
જીવંત કરુ લાગણીઓને
કાગળ પર..
મૌની વૃત્તિ પાસે કોઈ ના આવે.
લાગણીની સંવેદનાની તોલે કોઈના આવે.
હૈયે આકરો બોજ વરતાય જાણે...
