Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Tragedy

4.9  

Hemaxi Buch

Tragedy

મૌન

મૌન

1 min
618


ક્યાંક કશુંક અથડાયા કરે છે,

શું હોઈ શકે એ શોધું? .

શોધ્યું ખૂબ શોધ્યું

આમ તેમ આસપાસ.


મળ્યું તો ખરું પણ 

ના ગમતું પરિણામ.

શું હોય એ કહો ચાલો

શું કહેશો? મૌન જ તો છે.


આ મૌન જ છે જે અથડાય છે

આમ તેમ, આસપાસ, વિટળાયા કરે.

ના કહેવાયેલી લાગણીઓ, શબ્દો

મૌન બની ચોમેર વહ્યા કરે.


ખરું ચક્રવ્યૂહ છે આ મૌનનું

જીવન મૌન , મૌત પણ મૌન

લે એમાં અચરજ શાની?


આવ્યું કદી પૂછી ને જન્મ કે મૃત્યુ?

ના જ આવે ને પૂછી ને

પૂછે તો મૌન શાને કહેવાય?


ક્યાંક કોઈ શું કહેશે ના ડરથી મૌન,

ને ક્યાંક અભિમાનના સાદથી મૌન,

અંતે અથડાય તો છે જ ને

શાને મથે છે આટલું?


બહાર ચોમેર ડોળાય આ મૌન,

ને ભીતર અથડાય આ મૌન,

ક્યાંક કશે અથડાયા કરે છે,

ક્યાંક કશે અથડાયા કરે છે,

મૌનની માયાજાળમા વીંટળાયા કરીએ છીએ,

અથડાયા કરીએ છીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy