મૌન તારુ મને બહુ વાગે છે
મૌન તારુ મને બહુ વાગે છે
મૌન તારુ મને આમ
બહુ લગાતાર વાગે છે,
ભરી મહેફીલમાં પણ
મને બસ એકલું એકલું લાગે છે...
મૌન તારુ મને આમ..
ઉંચકી શકું છું શૌખથી
જમાનાના બધાજ કડવા બોલ,
પણ એક જ તારા નવ બોલ્યા નો
મને બહુ ભાર લાગે છે ....
મૌન તારુ મને આમ ...
વાતો એ તારી જાણે
ઘી રેડી ને પિરસેલો કંસાર
ઓતપ્રોત થઇ જાઉ છું તારામા એટલો
કે બહાર આવતા મને બહુ વાર લાગે છે ...
મૌન તારુ મને આમ....
જાણુ છું તને વર્ષો થી
તને મનાવવામા મને સવાર લાગે છે
છતા પણ મનાવું છું રાતભર
મને એ કાયમ નો સદાચાર લાગે છે...
મૌન તારુ મને આમ..
હુન્નર શીખી લીધી છે જોડવાની
રોજગારી એમા અપાર લાગે છે
કાચના થઈ ગયા છે એટલે આજકાલ
દિલ તૂટતાં ક્યા વાર લાગે છે.....
મૌન તારુ મને આમ..