kusum kundaria

Inspirational

3  

kusum kundaria

Inspirational

મૌન પાળીને

મૌન પાળીને

1 min
185


કાયમ મૌન પાળીને,

આ જીંદગી જીવાતી નથી,

બોલ્યા પછીની વેદનાય,

ક્યારેક સહેવાતી નથી.


મૌનનો મહિમા ભલે,

સમજાવતા રહે છે સાઘુ સંતો,

અમુક વાતો બોલ્યા વગર,

ઇશારાથી કહેવાતી નથી,


હજારો વાર સહેવી પડે છે,

પીડા જીવતા રહીને,

સેંકડો ઇચ્છાઓ જન્મે છે,

બધી પુરી કરાતી નથી,


પ્રિયજનોની વેદના,

વલોવી નાખે છે હદયને ક્યારેક,

પીડ એની છતાંયે જોને,

કોઇથી કદી હરાતી નથી,


જેટલી વાસના વધશે,

એટલી નિરાશા સહેવી પડશે,

ખબર હોવા છતાં વાસનાને,

કદી કોઇથી મરાતી નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational