મૈત્રી તું રે
મૈત્રી તું રે


મન મેળાપ તણી મોટાઈ
ભીતરની ભાવભરી શરણાઈ,
રંક સુદામા, રાય શ્રીકૃષ્ણજી
ભાવ સખાના અભય હરખાઈ
બીન મિત્રતા જીવનની અધૂરાઈ
ભીતરની ભાવભરી શરણાઈ,
કેવી ટાળી જ સંશય દુવિધાઈ
વદત, સુણ અર્જુન સખા જદુરાઈ
મુખ યોગેશ્વર ગીતાજી મલકાઈ
ભીતરની ભાવભરી શરણાઈ,
હોય ખુશાલી કે મહા વિપદાઈ
સાથ મળે ભેરૂ, ભવ હરખાઈ
વિશ્વાસ ભરી તું ગરવી સચ્ચાઈ
ભીતરની ભાવભરી શરણાઈ,
ધન્ય ભાઈબંધી !
છલકંતી સ્નેહ ભરી મધુરાઈ
ભીતરની ભાવભરી શરણાઈ.