માયાજાળ
માયાજાળ
સબંધોની આ માયાજાળ
દુનિયાએ કેવી છે બનાવી !
દરેક લોકોને સાચવતી
બધાની જોડી એવી સગાઈ,
શરૂઆતથી કહું હું તમને
કેવી છે આ બધી સગાઈ !
ક્યાંક કદાચ ભૂલી જાઉં તો
દિમાગને જાતે લેજો સમજાઈ,
"માં-દિકરા નો સબંધ બન્યોને
બધાની જોડે થઈ ગઈ સગાઈ"
છોકરા-છોકરીના સંબંધ જોડાઈ
પતિ-પત્ની થકી થઈ સગાઈ !
એ બંનેના સબંધ થકી
દિકરા તણી લાગણી ઉમેરાઈ,
નાના-નાની, દાદા-દાદી
એમ વડીલો બધા થયા !
મામા-મામી, કાકા-કાકી
એ શરૂમાં દીકરાના સંબંધ થયા,
એજ રીતે
ફોઈ-ફુવા, માસી-માસા ને
ભાઈ-બહેનના સંબંધો બન્યા !
એવા જ બીજા ઘણા સંબંધોમાં
રચ્યો પચ્યો છે માનવી !
એ જ ઘણા સંબંધોની દુનિયામાં
દરેકે છે મજા માણવી,
એવા બીજા ઘણાય છે સંબંધો
જે ઘૂમી રહ્યાં છે દુનિયામાં
એ જ સબંધો શોધવા "ઈશારો"
ફરતો રહ્યો છે આ દુનિયામાં.
