STORYMIRROR

Pranav Kava

Drama

3  

Pranav Kava

Drama

માય ડાયરી ડે વન - ૨૫ માર્ચ ૨૦૨૦

માય ડાયરી ડે વન - ૨૫ માર્ચ ૨૦૨૦

1 min
11.5K


આજનો દિવસ જીવનયાત્રામાં કંઇક નવું ભાથું ભરીને લાવ્યો હતો. કેમ કે ગઈકાલે જે સમાચાર સાંભળ્યા અને થોડીવારે થયું કે આટલા દિવસો કેમ નીકળશે પણ આજનો દિવસ પસાર થયો એના પરથી લાગતું હતું કે આગળના દિવસો પણ સારી રીતે પસાર થઈ જશે.

આમ તો મને ઘરેથી કામ કરવા આપેલું છે છતાં પણ ઓફિસની તો રાહ રહે જ એમાં કંઇ ખોટું નઈ. પણ હવે પછીના જીવનના ૨૧ દિવસના પાસાને હું અહીં કવિતા સ્વરૂપે રજુ કરવા માંગુ છું જે મારી ૨૧ દિવસની ડાયરી બની રહેશે.


પહેલો દિવસ મને લાગે અજુગતો,

શું કરશુ ઘરમાં સમય કેમ સરતો,


પણ જ્યાં કામ મળે તો સમયનો,

સદુપયોગ થાય કેવો મજાનો,


પરિવાર સાથે ગમ્મત કરવાનો,

આનંદ આવે છે બાકી મજાનો,


સાથે બેસી મસ્તી કરવાનો,

જૂની જૂની વાત નીકળવાનો,


ઘરના પડ્યા કામ કરવાનો,

મોકો મળ્યો છે ભાઈ મજાનો,


મારો પહેલો દિવસ ગયો ખબર વગરનો,

ચાલ મોજ માણી લઈશું બાકીના દિવસનો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama