માય ડાયરી ડે થર્ટીન- ૬ એપ્રિલ ૨૦૨૦
માય ડાયરી ડે થર્ટીન- ૬ એપ્રિલ ૨૦૨૦
ફરી આવ્યો છે દિવસ આ,
અઠવાડિયાના શરૂઆતનો,
લક્ષ્ય એક છે કે દિવસ આ,
સાચી રીતે જીવી જવાનો,
ઘર બેઠા આયુર્વેદિક ઉપચારો,
વિચારી સમજી કરવાનો,
સ્વાસ્થ્ય સારું રાખવા તો,
દરરોજ એ પ્રમાણે કરવાનો,
સ્વાસ્થ્ય નું તો ધ્યાન રાખવા,
કટીબધ્ધ જીવનભર થવાનો,
પહેલું સુખ તે જાતે નર્યા,
એ સમજીને સદાય ચાલવાનો,
હેલ્થ નું તો ધ્યાન રાખવા,
આ દિવસથી પ્રતિજ્ઞા લેવાનો..