માય ડાયરી ડે સીક્સ - ૩૦ માર્ચ ૨૦૨૦
માય ડાયરી ડે સીક્સ - ૩૦ માર્ચ ૨૦૨૦


અઠવાડિયાનો પહેલો દિવસ આજે,
લાગ્યો નહિ મનમાં આળસ જાગે,
કામ કાજ કરતા થાક્યો નથી,
ખજાનો ભરી રાખ્યો છે સંગાથે,
પ્રેરણાદાયી જીવનલક્ષી પ્રસંગો,
ભંડાર એનો ખોલ્યો છે આજે,
સત્પુરુષની આજ્ઞા અને વચન પ્રમાણે,
ચાલવાનો રસ્તો સુગમ થયો છે આજે,
મનમાં ચાલતા અનેક પ્રશ્નોના,
સમાધાન થયા છે પળભરમાં આજે,
મન ભરીને માણી લઈશું વચનોને,
સાચા હ્રદયથી જીવન ઉતારીશ આજે,
પ્રેરણાદાયી પળ સાથે છઠ્ઠા દિવસનો,
માર્ગ મળ્યો છે જીવન ઘડતરનો.