STORYMIRROR

Kalpesh Vyas

Tragedy

4  

Kalpesh Vyas

Tragedy

માવતરની વેદના

માવતરની વેદના

1 min
324


બાળકનો જન્મ થયો ત્યારે, આંખોમાં હર્ષના અશ્રુ હતા,

વધામણી આપતા સ્નેહીજનો, સૌ તમામ રુબરુ હતા,


બાળકનો ઉછેરવામાં માવતરે ત્યાગ કેટલાક કર્યા,

પોતાની ઇચ્છાઓ મારીને સંતાનના શોખ સૌ પુરા કર્યા,


પા પા પગલી કરાવીને સંતાનને એમણે ચાલતા કર્યા,

મનમા પોતે ચુપ રહી સંતાનોને એમણે બોલતા કર્યા,


ભણી ગણીને સમૃદ્ધી મળે એવી માવતરની સદિચ્છા હતી,

સંતાનનો સંસાર સુખી રહે એવી હંમેશા મનોકામના હતી,


કામિયાબ કરીને સંતાનને લગ્નગ્રંથીથી એમણે જોડ્યા,

માવતર સાથેના સંબધ સંતાને ધીમે ધીમે કેમ તોડ્યા?


માવતરે કરેલો ત્યાગને એ કપૂત કેમ ભૂલી ગયો?

કોઈ બહાનુ કાઢી માવતરને વૃદ્ધાશ્રમમાં કેમ મુકી ગયો?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy