માવતર
માવતર
ઠરીને ઠામ થાજો, બોલ્યાં માવતર;
કલર પણ છોડજો, બોલ્યાં માવતર,
ફર્યાં છો સાત ફેરા તો નિભાવજો, બોલ્યાં માવતર;
સાથ દેજો કાયમ એકબીજાનો, બોલ્યાં માવતર,
રથ છે આ બે પૈડાનો એકથી નહીં ચાલે !
ગતિ સમાન રાખજો, બોલ્યાં માવતર,
તડકી છાંડી આવશે ઘણીએ જીવનમાં,
સાથ કદી ન છોડજો, બોલ્યાં માવતર,
જીવી અમે ઘણાય લીધા અનુભવ;
મધમીઠો લાગ્યો સાથ એકબીજાનો ! બોલ્યાં માવતર,
સહેલું નથી કાંઈ આમ ભવસાગર તરી જાવું;
વહાલુ લાગશે જીવથીયે આગમન કોઈનું,
જ્યારે તમે બનશો માવતર,
નાનકડાથી કલશોરથી ગુંજી ઊઠશે આખુંય આંગણું;
જીવવા જેવું લાગશે જીવન ત્યારે તમો બનશો માવતર,
એક વાત આટલી અમારી, રાખજો યાદ;
દુભાવતાં ન કદી લાગણી બનીને માવતર.
