STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy

માથે લીધું

માથે લીધું

1 min
27.5K


માળામાં પંખીની બે પાંખના ફફડાટે અમથું અમથું,

આજે આખે આખું અવથાર આકાશ માથે લીધું,


અંધારામાં ભોંયમાં દબાયેલા આશાસ્પદ બિયારણે,

અમથું અમથું જ ઉગી જઈને વિસ્તરવાનું વેન લીધું,


ખુશ્બૂની બગાવત અને કળીઓના આ કકળાટથી,

એક ભમરાએ તો આખું ઉપવન અમથું માથે લીધું,


પુકાર જંગલની સાંભળી હતી હવાઓના મૌનમાં,

પછી ભીતરથી શબ્દોએ ગઝલનું કામ માથે લીધું,


ક્યાંક વિયોગની પાનખર ને ક્યાંક વસંત મિલનની,

મેં પણ એમ જ મનને સમજાવવાનું કામ માથે લીધું,


કંટકો પાથરનાર આવ્યા છે હવે પુષ્પગુછ લઈને,

એ જ ફૂલોએ ઝખ્મો શણગારવાનું કામ માથે લીધું,


"પરમ" હકીકત એજ રહી સદા કે મંઝિલ આવી ગઈ,

તેથી "પાગલ" રાહોનાં સપના જોવાનું મેં માથે લીધું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy