STORYMIRROR

KANAKSINH THAKOR

Children

3  

KANAKSINH THAKOR

Children

મારું બળદગાડું

મારું બળદગાડું

1 min
340

ધૂળિયે મારગ ચાલતું અને ઠેકતું વાડે વાડું

બળદગાડું મારું બળદગાડું,


ધોળીયા અને કાળીયા બળદને રે જોતર્યા

અબીલ, ગુલાલના બળદ પર મોર ચીતર્યા,


કપાળે ચાંલ્લો અને કોટે બાંધી છે ઘૂઘરી

ગાડાના પૈડાંમાં બાંધી મેં ખનખન ખંજરી,


સાગ, શીસમની ગાડામાં ધોછળી શોભતી

મારા હાથમાં ગાડું ચલાવાની રાસ રમતી,


ગાડું મારું નેળિયામા ઊડાડતું રે ધૂળે ધૂળ

મારા ગાડાંનાં પૈડાનો રવ સંભળાય દૂરે દૂર,


અનાજ ભરીને રમઝટ હાલતું મારું ગાડું

મારું ગાડું મારા પરિવાર માટે છે રજવાડું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children