મારો ઉડે પતંગ
મારો ઉડે પતંગ


ઉડે પતંગ, મારો ઉડે પતંગ,
ઊંચે આકાશે મારો ઉડે પતંગ,
ઉડે પતંગ મારો ઉડે પતંગ,
રંગ બેરંગી મારો ઉડે પતંગ,
બૂમ બરાડા થાય, દોડંદોડી થાય,
ઢાલ ને ચીલ કપાતા પકડવા દોડી જાય,
લૂંટે પતંગ લોકો લૂંટે પતંગ,
ઝંડે ભરાવી સહુ લૂંટે પતંગ,
તલસાંકળી ખાય, શેરડી બોર ખાય,
દાનપુણ્ય કરી લોક હરખઘેલા થાય,
ઉડે પતંગ,મારો ઉડે પતંગ,
ઊંચે આકાશે, મારો ઉડે પતંગ.