મારો ત્રિરંગો છે પ્યારો
મારો ત્રિરંગો છે પ્યારો
ગુર્જર ગૌરવનું આ છે ગાન
ભવ્ય ભારતની આ છે શાન
લહર લહર લહેરાવો
મારો ત્રિરંગો છે પ્યારો.
હિંદુ મુસ્લિમ શીખ ઈસાઈ
એકબીજાને હળોમળો
વેરભાવને ભૂલી જઈને
શુભભાવના ઊર ધરો
મારો ત્રિરંગો છે પ્યારો.
મા-ભોમની રક્ષા કાજે
ક્રાંતિ હરિયાળી સર્જાવો
આતંકવાદ ને હુમલાખોરોને
સરહદ પરથી ભગાવો
મારો ત્રિરંગો છે પ્યારો.
જંગલ પહાડ નદી બચાવો
ભાવિ પેઢીનો કરો ખ્યાલ
શહીદોના બલિદાન બિરદાવી
સલામી આપી કરો ન્યાલ
મારો ત્રિરંગો છે પ્યારો.
