STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational

4  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational

મારો ત્રિરંગો છે ઝંડો.

મારો ત્રિરંગો છે ઝંડો.

1 min
612

લહર લહર લહેરાતો,

મારો ત્રિરંગો છે ઝંડો.

મારો ત્રિરંગો છે ઝંડો.


કેસરિયો રંગ છે પહેલો,

દેશ કાજ ઊઠે જે વહેલો,

કેસરિયા કરી બતલાવો,

મારો ત્રિરંગો છે ઝંડો.


સફેદ પટ્ટો સુંદર દીસે,

વિશ્વશાંતિના પાઠજ વિશે,

સત્ય અહિંસા અપનાવો,

મારો ત્રિરંગો છે ઝંડો.


લીલા રંગની લીલા ન્યારી,

નયન રમ્ય ને ક્રાંતિ હરિયાળી,

મા ભારતનો જય ગવડાવો,

મારો ત્રિરંગો છે ઝંડો.


અશોકચક્રની આણ ઘણેરી,

ત્રિરંગામાં શોભે અનેરી,

રાષ્ટ્ર્ર ગાન ગવડાવો,

મારો ત્રિરંગો છે ઝંડો.


પ્રજાસત્તાક દિન નિમિત્તે,

પ્રભાતે ગુણ ગાઓ હેતે,

વીર બલિદાન બિરદાવો,

મારો ત્રિરંગો છે ઝંડો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational