મારો મિત્ર
મારો મિત્ર
ખોવાયો છે આજ મિત્ર મારો,
મળે તો મારું કહેણ કહેજો,
જીગરજાન છે મિત્ર એ મારો,
કોઈને મળે તો મને કહેજો,
સુનો પડ્યો છે તારો સુદામા,
કોઇ કૃષ્ણ ને જઈને કહેજો,
બ્રાહ્મણ છું મિત્રતાની ભીખ ન માંગીશ,
પણ તું મિત્ર પાસે માંગી તો જો,
જાણું હદયના કોઇ ખૂણે તો હું છું,
ફરી એકવાર મને યાદ કરી તો જો,
ભર મહેફીલોમાં પણ તું છે એકલો,
પાછો મારો સથવારો તું લઈતો જો,
આજ આવીને ઊભો છું હું તારા દ્વારે,
તું ફક્ત અંદર મને બોલાવીને તો જો..
ન દઈ શકીશ તને હું કંઈ જ ભેટ,
પણ એકવાર મને ભેટી તો જો,
ભલે ગરીબ બ્રાહ્મણ છું પણ,
મારા દિલની અમીરી જોઈતો જો,
કરું તારા પર બધું જ ન્યોછાવર પણ,
પણ, એકવાર તો તું મને મળી તો જો,
આ સોનાની દ્વારકાના રાજાને પૂછું,
જોયો મારો સખા? ખોવાયો અહીં જ જો,
મળે તો મારું કહેણ કહેજો એટલું,
તને સુદામાએ સાદને સાથ દીધો જો.
