મારો જીવનસાથી
મારો જીવનસાથી
દુનિયાથી અલગ છે મારો જીવનસાથી
સ્વભાવે થોડો કડક છે મારો જીવનસાથી
પણ દિલનો બહુજ નરમ છે મારો જીવનસાથી
દુનિયાથી અલગ છે મારો જીવનસાથી
સ્વભાવે શંકાશીલ છે મારો જીવનસાથી
પણ એની શંકામાં જ પ્રેમ છે મારો જીવનસાથી
દુનિયાથી અલગ છે મારો જીવનસાથી
ખુબજ છે અભિમાની મારો જીવનસાથી
પણ મારી પાસેજ માથું નમાવે મારો જીવનસાથી
દુનિયાથી અલગ છે મારો જીવનસાથી
હું રિસાઈ જાઉં મને ન માનવે મારો જીવનસાથી
કારણ મનાવતા એને ન આવડે મારો જીવનસાથી
દુનિયાથી અલગ છે મારો જીવનસાથી
મને તુરંત જ બ્લોક કરી દે મારો જીવનસાથી
બ્લોક કરીને મારા જ ફોનની સ્પામમાં રાહ જોવે મારો જીવનસાથી
દુનિયાથી અલગ છે મારો જીવનસાથી
ગુસ્સામાં મને ઘણું કહી દે મારો જીવનસાથી
પછી પોતાની જાતનેજ દોષ આપે મારો જીવનસાથી.

