મારો ઝીંદગીને એક સવાલ
મારો ઝીંદગીને એક સવાલ
ખૂબ મથ્યો તને સમજવા પણ તું કેમ સમજતી
નથી, થાય સો વર્ષ તો પણ તારી લાલચ કેમ
જતી નથી.
કોઈના જોડે તું વધારે તો કોઈ ના જોડે ઓછી,
પણ એકવાર વિત્યા પછી કેમ આવતી નથી તું પાછી.
ને બસ તારી ચિંતા છે તો કોક ને તારી પડી નથી,
સાપ-સીડી નો ખેલ છે તું તો તારે કેમ કોઈ સીડી નથી.
ખરાબ લોકોને તું જીવાડે છે સારા ને જીવવા દેતી
નથી, બધાને ચાહ તારીજ છે પણ તું તો કોઈની સગી નથી.
બધા તને કાઢવા જીવે છે માણવા કોઈ જીવતું નથી,
ખરેખર તારા નામ નું ઝેર કોઈ ને પણ પીવું હોતું નથી.
આમ શું તડપાવે છે તુ એકવારમાં વાત કેમ પુરી કરતી નથી,
હું કંટાળી ગયો છું તારાથી મને તારી હવે કંઈજ જરૂર નથી.
