મારો દીકરો
મારો દીકરો
રૂ કરતા પોંચુ અને કોમળ તારું તન છે,
ગંગાના નીર જેવું પવિત્ર તારું મન છે,
વારંવાર મને જ્યાં પડવાનું મન થાય,
એવું સુંદરને અદભૂત તારું ખંજન છે,
મારા વેરાન જીવનને સુગંધિત કરતું,
ખુશ્બુદાર, નાજુક ગુલાબનું સુમન છે,
કરોડોની સંપત્તિ પણ ધૂળ સમી છે,
એવું અણમોલ સુંદર તું મારું ધન છે,
"સરવાણી" એ તો હૈયાની ઘડકન છે,
મારો "કિવી" મારું વહાલું સંતાન છે.

