મારી રચના
મારી રચના
મારી રચના અનુભૂતિ છે
જેમાં એક વિભૂતિ છે,
મારી રચનામાં આશા છે
જેમાં એક પરિભાષા છે,
મારી રચના સ્વપ્નની સુવાસ છે
જેમાં એક આવાસ છે,
મારી રચના અવાજનું બિંદુ છે
જે સૌથી વધુ ઊંચું છે,
મારી રચના શબ્દની શરૂઆત છે
જે સૌથી આગળ છે,
મારી રચના ઊંચાઈની ઓળખ છે
જે બધા માટે મોહક છે,
મારી રચના કલમની કળા છે
જે વાચક માટે છટા છે.
