વાંદરાભાઇ ના નખરા
વાંદરાભાઇ ના નખરા
એક વાંદરો કાળો,
એને તોડ્યો માળો.
ઝાડ ઉપર એ ચડતો'તો,
ફળ તોળી એ ખાતોતો.
ખાવા જોયું મોટું ફળ,
ફળ તોડવા વાપર્યું બળ.
પંખી એ એને જોયો,
જોતા ગુસ્સો કર્યો.
પંખીએ મારી ચાંચ,
વાંદરાએ મારી લાત.
લાત મારતા તૂટી ડાળી,
હસીને પંખીએ પાડી તાળી.
વાંદરો પડ્યો ધડામ લઇ,
પંખી આવી પાણી લઇ.
વાંદરો સમજ્યો કે ફળ છે,
પંખી કહે મારો માળો છે.
સોરી સોરી થઇ ગઈ ભૂલ,
વાંદરાએ કરી ભૂલ કબુલ.
