એકડાભાઈ
એકડાભાઈ
એકડાને આવ્યો તાવ!
એમાં થઈ ગ્યો ઢીલ્લો સાવ...
એકડાને આવ્યો તાવ!
બગડાને તો નિશાળમાં પડી ગઈ છે રજા!
ત્રગડાનેતો આખ્ખો દિવસ રમવાની મજા,
ચોગડો ચારેબાજુ બસ કરે છે દોડમ્ દોડ,
પાંચડો તો રમ્યા કરે,
ભણવામાં સૌથી ઠોઠ !
છગડોતો બેઠો બેઠો કરે,
કાગળની નાવ,
એકડાને આવ્યો તાવ!
બટકાં સાતડાભાઈને માથે લટકે ચોટી!
આઠડાંને ભાવે નહીં ઘીથી લપ્ લપ્ રોટી!
રોજેરોજ નવડો ખાય નવી નવી વાનગી,
દશડો ધમ્માલ કરતો બેસે ના છાનો લગી!
જો મીંડું આવી જાય તો વધી જશે ભાવ!
એકડાને આવ્યો તાવ!
