STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Children Inspirational

3  

Dharmik Parmar 'Dharmad'

Children Inspirational

વાદળ થાવું

વાદળ થાવું

1 min
26.9K


મમ્મી મારે વાદળ બની આકાશે લહેરાવું છે,

પાણી ભરી લઈશ મારાંમાં,

આખ્ખું ગામ પછી ભીંજાવવું છે,

મમ્મી મારે વાદળ બની આકાશે લહેરાવું છે.


સસલા ભાઈ તો કેવા રેસીંગમાં બહુ સ્પીડી,

જીરાફભાઈ તો લાંબા જાણે મોટી સીડી,

માછલીની જેમ સ્વીમીંગમાં અવ્વલ થાવું છે,

મમ્મી મારે વાદળ બની આકાશે લહેરાવું છે.


ખિસકોલી તો ઝાડ પર લપ્ લપ્ ચડી જાય,

કોયલ બહેના આંબાડાળે મીઠાં ગીતો ગાય,

ફુલ બનીને વાડીમાં આનંદે મહેકાવું છે,

મમ્મી મારે વાદળ બની આકાશે લહેરાવું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children