STORYMIRROR

Dr.Maitry Modi

Children Tragedy

3  

Dr.Maitry Modi

Children Tragedy

એક સબૂત

એક સબૂત

1 min
27.1K


આમ એક ખુશીનું આવવાનું થયું,

ને ખુદા સબૂત તારાં હોવાંપણાનું થયું,


આગમન થયું ફરિશ્તાનું ધરતી પર,

ને સાથે એક કુટુંબ ગુનગુનાતું થયું,


થયાં બધાં બેચેન એની ખામોશીથી,

કેમ એના રડવાને બદલે ચૂપ રહેવાનું થયું?


રાખી ઑક્સિજનની નળીએ તારા અંશને,

આમ એની જીવાદોરીનું બંધાવાનું થયું,


થઈ બધી કોશિશ એને તારવાની,

ને સહુની આંખોનું ભીંજાવાનું થયું,


જો તો તારી ક્રૂરતા વિધાતા,

શો અજીબ ખેલ માંડ્યો,

એક નાનકડી કળીનું ખીલવાની સાથે કરમાવાનું થયું,


આમ એક ખુશીનું ગમમાં પલટાવાનું થયું,

ને શું ખુદા આ સબૂત તારા હોવાપણાનું થયું?


Rate this content
Log in

More gujarati poem from Dr.Maitry Modi

Similar gujarati poem from Children