અવગુણોને ભગાડી ગુણોને વાવીએ
અવગુણોને ભગાડી ગુણોને વાવીએ
આળસને અંદરથી કાઢી
મહેનત જી માયા લગાડો,
ક્રોધની કેડી ને ત્યાગી
દયાની ડેલી ખખડાવો,
ઇર્ષાની અગ્નિને ઠારી
પ્રેમની જ્યોત જગાવો,
અહંકારની આંધીને ઉલાળી
સ્નેહના સાથિયા પૂરો,
લાલચની લગનીને ભૂલી
સંતોષની સુવાસને રેલાવો,
નિરાશા આ નશાને
આશાના આનંદમાં ફેરવો.
