ક્યાં ખોવાયું બાળપણ
ક્યાં ખોવાયું બાળપણ
ક્યાં ખોવાયું રે ક્યાં ખોવાયું
આ બાળપણ મારું ક્યાં ખોવાયું,
નથી કરવું મારે આ ઉંમરે કામ
મારે તો હજી ભણવું છે..
ક્યાં ખોવાયું....
મારે નિશાળે જવું'તું
પાટી પેનથી લખવું'તું
બાળકો સાથે રમવું'તું
એકડા મારે બોલવાતા
ચિત્ર મારે દોરવું'તું
વાર્તા મારે સાંભળવી'તી
ક્યાં ખોવાયું....
