STORYMIRROR

Rj Hiren

Children

5.0  

Rj Hiren

Children

બાળપણ

બાળપણ

1 min
27.9K


કેવી મસ્ત હવા ભરતા હતા, કોઈનેય કીધા વગર ફરતા હતા


લેસન નથી કર્યું કહી ડસ્ટરનો માર ખાવા ઉભા રહેતા હતા

શાળાથી છૂટીને દફતરનો ઘા કરીને બોલબેટને પકડતા હતા

રસ્તો ઓળંગે તો ચાર દીવાલે તો બે ને ટપ્પી આઉટના નિયમો જાતે જ બનાવતા હતા, કેવી મસ્ત હવા ભરતા હતા...


દિવાળીના એક જોડી કાપડા સૌથી ઉપર રાખતા હતા

નાહ્યા પછી કોપરેલને માથામાં લગાઈ ચપટ માથું જાતે જ ઓળવતા હતા

મહેમાન ઘરે આવે તો પગે લાગીને પણ પાંચ રૂપિયાની આશા રાખતા હતા, કેવી મસ્ત હવા ભરત હતા...


સવારે અંગૂઠાનો નખ દાંતે જોડી કિટ્ટી કરતા હતા

ને સાંજે બે આંગળીઓને હોઠ સાથે અડાડી એની સાથે જ બુચ્ચાં કરતા હતા

એકબીજાના ખભે હાથ મૂકીને કંઈ પણ વાતો કરતા હતા


કેવી મસ્ત હવા ભરતા હતા, કોઈનેય કીધા વગર ફરતા હતા.


Rate this content
Log in

More gujarati poem from Rj Hiren

Similar gujarati poem from Children