STORYMIRROR

Bijal Pandya

Children Drama Fantasy

3  

Bijal Pandya

Children Drama Fantasy

ચકલી...

ચકલી...

1 min
27.6K


બારણે બેસતી, કલરવ કરતી,

ચકલી મારી સહેલી છે,

ગીત અજાણ્યાં ગાતી,

મારા સ્મિત નું કારણ એ,


મૌન રહે જે એ કોઈક વાર તે,

મન ની અવસ્થા મારી ના સંચવાયે,

ચકલી મારી રહે આંગણે મારે,

તો ઘેર રોજ હોળી-દિવાળી થાય,


શાને કાજે રિસાઇ છે મારી સહેલી પૂછું જો તો કહે છે,

ફરતા પછી વસંત ઋતુની શરુઆત કરી આપે છે,


રીસ નથી, આ રીત છે જીવનની એવી શિખામણ આપી જાય છે,

ચકલી મારી,

બારણે બેસી સતત દૂર જાવાંની બીક આપી જાય છે,


ચકલી મારી...આજ સાંભળ,

તું મારા મન ની વાત,

તું રહે ભલે કેટલી એ દૂર,

રહે છે તું મન માં દિન રાત,


તું કહે છે રીત છે જીવનની,

રીસ ધરવી અને જાવું દૂર,

તારું આ કહેવું સહજ હશે કદાચ તને,

મારા મન માં તે લાવે છે પૂર,


હસે જેટલી હસે આપડી મિત્રતા ની આયુ,

એના પર જોર ક્યાં ચાલેછે મારું,

તારી સરખામણી કોઈ કરી નહિ શકે,

મારા હૃદયમાં બારણાંના તોરણ નું સ્થાન છે તારું.


Rate this content
Log in

More gujarati poem from Bijal Pandya

Similar gujarati poem from Children