STORYMIRROR

Bharat Thacker

Abstract

4  

Bharat Thacker

Abstract

મારી ઝંખના મારી ચાહત

મારી ઝંખના મારી ચાહત

1 min
303

મારી ચાહતની શું વાત કરું ? એટલો કરું છું એકરાર

તને મેં ઝંખી છે મારા અસ્તિત્વની આરપાર,


મારા શરીરની નસ નસમાં, રસ વહે છે માત્ર તારી ચાહતના

મારા માનસપટની પૃષ્ઠભૂમિ પર વાગતી રહે છે તારી ઝંખનાની સિતાર,


તારી ચાહત, તારી ઝંખનાની ભૂરકી છવાઈ છે મારા ચિત્ત ઉપર એ હદે

મારા હસ્તી પર જાણે છવાયો છે ‘બૈજુ બાવરા’નો ચિતાર,


તારી અદમ્ય ઝંખનાએ કરાવ્યા છે દર્દિલા દિદાર

નથી મળતો ક્યાં કરાર અને થઈ ગયો છું બેકરાર,


મારી તારા માટેની ઝંખના, મારી ચાહત કરી ગઈ છે દરેક હદ પાર

તારા વગરનું જીવવું મને બનાવી દેશે જિંદગીનો ગુનેગાર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract