STORYMIRROR

Rohit Prajapati

Drama

3  

Rohit Prajapati

Drama

મારી દીકરી

મારી દીકરી

1 min
340

મન ક્યારેય ના ભરાય એવું એનું લાગણીઓનું હેત,

જોતા જ એનું નિર્દોષ મુખડું ભુલાય સઘળાં રાગ ને દ્વેષ.


દુનિયાને વિસ્મયથી નિહાળતી આંખોમાં હોય પપ્પા માટે સ્નેહ,

એ સ્નેહના તેજ સામે દુનિયાની બધી વસ્તુ લાગે જાણે નિસ્તેજ.


એના મરક મરક હસતાં હોઠમાં કમળની પાંદડી જેવી કુમળાશ,

ગમે તેવી દુવિધામાં પણ મનમાં ભરી દે એ અનેરી મીઠાશ.


એની કાલીઘેલી વાતો ઉતારી દે મારો દિવસભરનો થાક,

એની મીઠી કલ્પના ભરેલી વાતો જ લાવી દે સ્મિતની બહાર.


એના નાના પ્રેમાળ હાથોના સ્પર્શમાં લાગે મને સુકુનનો એહસાસ,

પ્રેમાળ મારી દીકરી તો છે મારા જીવનનો આધાર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama