Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manjula Bokade

Tragedy

4  

Manjula Bokade

Tragedy

મારી ડાયરી

મારી ડાયરી

1 min
377


મારી સુખ-દુ:ખની સાથી છે, મારી અંગત ડાયરી,

મારા લાગણીના તાંતણે બંધાયેલી છે મારી ડાયરી,


મારા જીવનનો અરીસો મારી વ્હાલી ડાયરી,

મારી અંગત વાતોને અંગત રાઝ રાખતી મારી ડાયરી,


વિરહમાં ઝૂરતી અને પ્રિયતમની વેદનાને સહન કરતી,

ત્યારે સાચી સખી બની મને શબ્દોથી સમજાવતી,


જ્યારે જીવનમાં લાગતો આઘાત અને તેના પડતા પ્રત્યાઘાત,

આ ડાયરી તેની સાક્ષી બની, મારા જખ્મો પર શબ્દોરૂપી લગાવતી લગાવ,


આ ડાયરી છે મારા માટે મહામૂલી કિતાબ,

તેમાં છે મારા અંગત જીવનનો હિસાબ,


તેના પાના પાના નથી પણ છે મારા જીવનની ઘટમાળ,

કાગળો પર શબ્દોના મંડાણથી રાખી છે સાચી સંભાળ,


આનંદમાં ઉન્માદ હું જ્યારે ઊંચા આભમાં ઊડતી,

મારી પાંખ બની મને સદાય સાથ આપી સાચવી લેતી,


મારી વિસરાયેલી વાતોને તાજી રાખે છે સદાય,

મારી મહામૂલી ડાયરી ને કેમ કરી વિસરાય ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy