Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sunita Mahajan

Tragedy

3  

Sunita Mahajan

Tragedy

મારી ભૂલ નથી જ

મારી ભૂલ નથી જ

1 min
208


મેં એને અવર્ણનીય પ્રેમ કર્યો,

એની સાથે જ પ્રેમલગ્ન કર્યા,

મારું આયુષ્ય એના નામ કર્યું,

એને મનગમતું બધુ જ કર્યું,

એ મારી ભૂલ નથી જ !


એનું નામ મારા નામ પાછળ લગાવ્યું,

એનું સ્થાન મારા હૈયામાં આગળ રાખ્યું,

એ નારાજ ના થાય એટલે,

એ જેમ કહે એમ બધુ જ કર્યું,

એ મારી ભૂલ નથી જ !


મારા મનમાં ચાલતાં વિચારોને,

હું દૂર ધકેલતી ગઈ,

એને તકલીફ ના થાય એટલે,

હું હંમેશા ચૂપ રહેતાં શીખી ગઈ,

એ મારી ભૂલ નથી જ !


એ સદા ખુશ રહે એટલે,

હું હંમેશા વ્રત ઉપવાસ કરતી રહી,

એને ખુશ જોઈને,

હું ખુશ થતી રહી,

એ મારી ભૂલ નથી જ !


તો એ એણે કદી,

અવર્ણનીય પ્રેમ મને ના કર્યોં,

ના મને સમજી,ના મારા લાગણીને,

શું આ એની ભૂલ નથી ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy