મારી ભીતર શક્તિનો ભંડાર છે
મારી ભીતર શક્તિનો ભંડાર છે
આમ તો હું એક માત્ર બિંદુ છું,
પણ મારામાં સમાયેલો આખો સિંધુ છે,
આમ તો હું એક માત્ર ફૂલ છું,
તોયે આખા બાગનું મૂલ છું,
આમ તો હું એક નાનકડો સિતારો છું,
તોયે આકાશનો ખૂબ પ્યારો છું,
આમ તો ધરતી પરનો નાનકડો છોડ છું,
તોયે મારામાં પણ વસે રણછોડ છે,
આમ તો હું એક જમીનમાં દટાયેલું બીજ છું,
પણ મારામાં સમાયેલું એક વટવૃક્ષ છે,
આમ તો ઈશ્વરે સર્જેલ સામાન્ય માનવી છું,
તોયે ભર્યો મારે ભીતર શક્તિનો ભંડાર છે.
