મારે સ્વચ્છતા જાળવવી છે
મારે સ્વચ્છતા જાળવવી છે
મારે સ્વચ્છતા જાળવવી છે,
ઘર આંગણે ગંદકી ગમતી નથી રે લોલ...
મારે શેરીને સ્વચ્છ રાખવી છે,
ખાડા-ખાબોચિયા ગમતાં નથી રે લોલ...
મારે સ્વચ્છતાનું મહત્વ શીખવવું છે,
લોકોની બેપરવાઈ ગમતી નથી રે લોલ...
મારે સ્વચ્છતાનું અભિયાન શરૂ કરવું છે,
ખુલ્લામાં શૌચક્રિયા ગમતી નથી રે લોલ...
મારે ભારત દેશને સ્વચ્છ બનાવવું છે,
ડેન્ગ્યુ-ચિકનગુનિયા ગમતાં નથી રે લોલ...
મારે સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરવું છે,
જ્યાં-ત્યાં કૂડા-કચરા ગમતા નથી રે લોલ.
