STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Romance

મારે કવિતા લખવી તારી

મારે કવિતા લખવી તારી

1 min
155

તું નારી સુંદર મતવાલી,

તારી ચાલ છે લટકાળી,

તું આવીજા સામે મારી,

મારે કવિતા લખવી તારી,


તારી આંખ છે કજરાળી,

તારા અધર છે રસ થાળી,

તારા ગાલ છે ગુલાબી,

મારે કવિતા લખવી તારી,


પગમાં પાયલ ઝણકે સારી,

હાથમાં કંગન ખનકે ન્યારી

તું લાગે છે મુજને વ્હાલી,

મારે કવિતા લખવી તારી,


તું મારા દિલમાં સમાણી,

પ્રેમની જ્યોત પ્રગટાવનારી,

તું છો પ્રેમની મહારાણી

મારે કવિતા લખવી તારી,


દિલની ધડક વધારનારી,

મનને ખૂબ તડપાવનારી

તરસ પ્રેમની છિપાવનારી,

મારે કવિતા લખવી તારી,


શીદ કરે છે તુંં મનમાની,

છોડી દે તારી આ ગુમાની,

"મુરલી" ની તું પ્રેમ દિવાની,

મારે કવિતા લખવી તારી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance