STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Fantasy

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Fantasy

મારા શામળીયા

મારા શામળીયા

1 min
217

આંખો છે તારી અણીયાળી,

દિલમાં છબી વસી છે તારી,

દિન રાત વાટ જોઉં હું તારી,

મારા શામળિયા. 


ક્યારે આવીશ તું મારા વાલમ,

મારા ઘરનાં આંગણિયે,

માખણ-મીસરી આરોગવા તું,

ગ્વાલ-બાલ લઈ સંગાથે.


તારી ચાલ છે લટકાળી,

તું તો શોર મચાવે ભારી,

દિન-રાત વાટ જોઉં હું તારી,

મારા શામળિયા.


પનઘટ પાણી ભરવા જાઉં તો,

તું મુજને સતાવે,

કાંકરી મારી મટકી ફોડી તું,

મુજને ભીંજવી શરમાવે,


તારી લગન મુજને લાગી,

તારા પ્રેમની હું થઈ પ્યાસી,

દિન-રાત વાટ જોઉં હું તારી,

મારા શામળિયા.


શરદ પૂનમની રાતડીએ તું,

યમુનાતટ રાસ રચાવે,

રાસ લીલામાં ત્ ત્ થૈ નાચવા,

ક્યારે મુજને બોલાવે ?


"મુરલી" તારી મધુરી વાગી,

મુજને બનાવી તે દિવાની, 

દિન-રાત વાટ જોઉં હું તારી,

મારા શામળિયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama