મારા પ્રેમની વફાદારી
મારા પ્રેમની વફાદારી
તુ આદત માને કે લત માને,
એ તો મારી ગજબની ખુમારી છે,
રોજ સવારે તારો ચહેરો જોવો,
એ જ મારા પ્રેમની બિમારી છે.
વાયદો કરીને મળવા ન આવે,
એ તો તારી ફક્ત નાદાની છે,
તારા વાયદા મુજબ વાટ જોવી,
એ જ મારા પ્રેમની દીવાનગી છે.
તુ મળવા આવીને કંઈ ન બોલે,
એ તો તારી ફક્ત નાદાની છે,
તારા મધુર શબ્દોની ગઝલ લખવી,
એ જ મારા પ્રેમની સરવાણી છે.
હું તને દિલથી ચાહું, તૂ દૂર રહે,
એ જરૂર તારી કોઈ મજબૂરી છે,
"મુરલી" તને મારા દિલમાં વસાવવી,
એ જ મારા પ્રેમની વફાદારી છે.
રચના-ધનજીભાઈગઢીયા"મુરલી "(જુનાગઢ)

