મારા ગયા પછી આવ્યા
મારા ગયા પછી આવ્યા


મુદ્દતથી હદ પાર તડપાવ્યા,
જેમના ઈંતેજારીમાં મને,
પણ તે જુલમી આવ્યા તો મારા,
ત્યાંથી ગયા પછી આવ્યા !
અનિમેષ નેત્રે જાગ્યો,
તેમની એક ઝલક જોવા માટે,
પણ તે નાદાન આવ્યા તો મારા,
સુઈ ગયા પછી આવ્યા !
ઘણી મુશ્કેલથી રમણીઓનાં,
આકર્ષણથી સાચવી રાખ્યો ખુદને,
પણ તે સંગદિલ દેખાયા તો મારા,
પરણી ગયા પછી દેખાયા !
દેખાડત પ્રેમનો ઉછળતો દરિયો,
મારા દિલ મહીંનો એમણે
પણ તે બેદર્દ આવ્યા તો,
નીર ઓસરી ગયા પછી આવ્યા.
જીવનના નંદનબાગમાં,
ખૂબ સહેલ કરાવતો એમણે,
પણ તે હસીન આવ્યા તો,
પુષ્પો ખરી ગયા પછી આવ્યા.
અર્થી પર મારી,
ગુલાબ ચઢાવવા આવ્યા તે,
જો પ્રાણ મારા,
મરી ગયા પછી આવ્યા,
એક મુદ્દતથી તડપાવ્યો,
જેમણે ઈંતેજારીમાં મને,
“પ્રશાંત” તે જુલમી મારા,
અહીંથી ગયા પછી આવ્યા !