STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

મારા દિલને રાહત છે

મારા દિલને રાહત છે

1 min
352

જિંદગીમાં તો રોજ આવે નવી આફત છે,

પણ સાથ તું છે તો મારા દિલને રાહત છે,


કશી પરવા નથી મને લાખો મુસીબત ભલેને આવે,

બસ ખુશી એ વાતની છે હૈયે તારા, મારા માટે ચાહત છે,


જીવનમાં સાથ મળ્યો જ્યારથી તારો,

દુઃખોને મારા સાથે થઈ ગઈ અદાવત છે,


ફૂલમાં સમાઈ ખુશ્બુ એમ આપણે એકબીજામાં સમાયા,

આમ પણ મારા કે તારામાં ક્યાં કોઈ તફાવત છે !


રહે છે મારા હૈયે પણ નામ સ્મરે છે તારું,

એટલે જ મારી ધડકન સાથે કરી મે બગાવત છે,


ખુદા પાસે માંગવું નથી મારે હવે કંઈ,

તારી એક મુલાકાત મારા માટે જન્નત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy