STORYMIRROR

Nayana Charaniya

Tragedy Inspirational

3  

Nayana Charaniya

Tragedy Inspirational

મારા અનેક જન્મ

મારા અનેક જન્મ

1 min
206

પ્રેમ કર્યો સાતેય જન્મનો બની રાધા, સમાજ સાથે રહેવા જીવી હું આધા ! 


મનના ઊંડા દરિયામાં હોય છે મોંઘુ મોતી,

એમ મારા મનની અંદર ઊંડે સુધી વાત તારી જ થાતી ! 


જ્યાં તું કહેતો આવીશ હું એક વાર જરૂર 

પણ આંખ ખુલી જાય અને જોઉં તો સમાજની બેડીથી તુંય મજબુર ! 


હું તો એક સ્ત્રી કાના તું તો ઇશ્વર 

હું બની શકું મીરાં,રાધા,અહલ્યા પણ તું બને નટખટ નંદન તારે ગોપી અનેક ! 


હું બની શકું સીતા, ઊર્મિલા, પાર્વતી 

પણ તું તો બને રાજા,રઘુપતિ,શંકર ! 


ભલે નામ તો જોડાયું તારી સાથે બની અર્ધાંગિની ! 

પણ અહીં મને જ કેટલીય વખત બનવું પડ્યું અભાગિની ! 


પ્રસુતિની અસહ્ય પીડા સહી પણ હસતો ચહેરો જોઈ તારો, મૃત્યુમાંથીય આવી પાછી ! 

પણ ઉંમર થઈ ને એજ હાસ્યએ મને રડાવી પાછી !


બની હું દીકરી, બહેન, પત્ની, વહું, માતા સાસુ અનેક પીડામાં પણ અડીખમ રહી ..

કારણ કે હું અનેક જનમ અહી જીવી રહી ! 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy