મારા આંગણે
મારા આંગણે
મારા તે આંગણે ચકલા આવ્યા ચી ચી કરીને એ તો ભાગ્યા
મારા તે આંગણે કબૂતરો આવ્યા ઘૂ ઘૂ કરતા એ તો ભાગ્યા,
મારા તે આંગણે પોપટજી આવ્યા મીઠું મીઠું કરતા એ તો ભાગ્યા
મારા તે આંગણે કાગડા આવ્યા કાઉ કાઉ કરતા એ તો ભાગ્યા,
મારા આંગણે કોયલ આવી કુ કુ કરતી એતો ભાગી,
મારા તે આંગણે ખિસકોલી આવી પટ પટ કરતી એતો ભાગી,
મારા તે આંગણે બિલાડી આવી મ્યાઉં મ્યાઉં કરતી એતો ભાગી.
