STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

માનવતાને માપવા કોઈ યંત્રો હશે

માનવતાને માપવા કોઈ યંત્રો હશે

1 min
227

ચહેરો જોવા માટે તો ઢગલો દર્પણ મળે,

પણ મનનાં વિચારોના જોવા કોઈ દર્પણ મળતું હશે ?


તનની ગંદકીને સાફ કરવા મળે અનેક સુંગધી સાબુ,

શું નકારાત્મક વિચારોને ઈર્ષ્યા મનની ગંદકી દૂર કરવા કોઈ સાબુ મળતા હશે ?


થર્મોમીટરથી તાવ માપી શકાય,

બીપીનાં મશીનથી બીપી માપી શકાય,

ડાયાબિટીસનાં યંત્રથી ડાયાબિટીસ માપી શકાય,

શું માનવતા ને માપવા કોઈ યંત્ર મળતા હશે ?


આ ઘરનું અંધારું દૂર કરવા ટ્યુબલાઈટ કરી શકાય,

આ દુનિયા પર ના અંધકારને દૂર કરે સૂરજ,

પણ ઉરના અંધકાર માટે ક્યાંય પ્રકાશ મળતો હશે ?


મોસમ બદલવાની આગાહી મોસમ વિભાગ,

અગાઉથી જ કરી શકે,

શું માનવી બદલાઈ જવાનો છે એવી આગાહી કરતું કોઈ યંત્ર મળતું હશે ?


ચિત્રકાર માનવીનો ચહેરો જોઈ એનું ચિત્ર દોરી શકે છે,

એવો કોઈ ચિત્રકાર આવતો હશે,

જે માનવીની પીડાને આકાર આપી શકે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational