માનવ બન
માનવ બન


કાં થયું આવું કરણ ?
માનવી તું માનવ બન,
ના પશુતા દાખ કે
જાન સાથે હો અનબન,
કોણ છે તું ક્યાં જશે?
ને પછી જો શું થશે !
માનવતા તું ભાખ કે
છોડ પશુતાનું શરણ,
ઝાડ, પ્રાણી ને જંતુ
જીવ ના છે એ તંતુ,
આલ ના એને મરણ
માનવી તું માનવ બન,
કાં થયું આવું કરણ?
માનવી તું માનવ બન.