માણસને માણસમાં જ ભેદ શાને ?
માણસને માણસમાં જ ભેદ શાને ?


માણસને માણસમાં જ ભેદ શાને ?
સ્ત્રી અને પુરુષ એક સિક્કાની બે બાજુ,
છતાં સ્ત્રી અને પુરુષમાં ભેદ શાને ?
માણસને માણસમાં જ ભેદ શાને ?
બોલીઓ અનેક પણ બોલવા માટેની વાચા એક,
ભાષા અનેક પણ અર્થ એક,
રંગ, રૂપ અને આકાર અનેક પણ અંગ એક,
તહેવારો અનેક પણ, ઉજવણીમાં ખુશી એક,
પહેરવેશ અનેક પણ તેને બનાવનાર એક,
ધર્મગ્રંથો અનેક પણ ધર્મ સંદેશ એક,
છતાં, માણસને માણસમાં જ ભેદ શાને ?
દીકરો અને દીકરી એક જ આંગણાના એક જ કુંડાના તુલસીક્યારા,
પતિ અને પત્ની બે હૃદય અને એક જ ધબકારો,
છતાં, માણસને માણસમાં જ ભેદ શાને ?
જ્ઞાતિ પ્રમાણે સર્વેનાં કર્મો અલગ, પણ રોજ નિતરતો પરસેવો એક,
કહે છે ખુદને બ્રહ્મ, ક્ષત્રિય કે વૈશ્ય શુદ્ર પણ ભારતી
ય એક,
સમજાય છે સહુને કે રંગરૂપ, કોમ ,સંબંધ બધા સહુલીયત અને સ્વાર્થનાં સરનામા છે !
પણ માણસાઈનું સરનામું ‘’શૂન્યતા’’ માં શા માટે ?
ખરેખર, માણસને માણસમાં જ ભેદ શાને ?
ધરતી એક, ચંદ્ર એક, સૂરજ એક,
પાણીનો રંગ એક, વાદળનો રંગ એક,
એક ધરતી પર રહેનારા પણ અનેક,
તો માણસને માણસમાં જ ભેદ શાને ?
કાપવામાં આવે તેનું અંગ જો, તો નિકળતા શોણિતનો રંગ પણ એક,
મઝહબ અનેક પણ હિન્દ સેના એક,
હિન્દુસ્તાની અનેક પણ હિન્દુસ્તાન એક,
ભેદભાવ ને કોમવાદને હવા આપી દિવાસળી કોને મૂકી એ ખબર નથી !?
જેને ઉછેરીને બરબાદી સળગે છે આ સઘડા ઘરોમાં એ જરૂર ખબર છે,
અંગે અંગમાં સમાયેલું એ લાલ રક્ત પણ કંપી જાય છે આ આગમાં,
જ્યારે માણસને જ માણસમાં ભેદ થાય છે !