માણસના વાંકે માણસ દુઃખી
માણસના વાંકે માણસ દુઃખી
હતા જંગલ લીલાછમ એ આજે વેરાન થયા છે,
છીનવી ઘર મૂંગા જીવનું માણસ હેવાન થયા છે,
કાળઝાળ ગરમીમાં આમતેમ છાયડો શોધતા ફરે;
ઘડીભર શ્વાસ માટે હવે લોકો કેટલા હેરાન થયા છે,
માણસને વાંકે જોને માણસ પણ દુઃખી થયા કેટલા,
પોતાના જ પગ ઉપર કુહાડી મારી પરેશાન થયા છે.