STORYMIRROR

Zalak bhatt

Abstract Tragedy Thriller

3  

Zalak bhatt

Abstract Tragedy Thriller

માણો

માણો

1 min
219

ગયું સાલ કેવું ગયું આપ જાણો

જે આવ્યું છે સામે તેને આજ માણો


ના બાહર જવાનું થયું કોઈને પણ

કોરોના થશે કંઈ હતો એવો ડર પણ

માસ્ક મોઠે બાંધી મન ને દીધો તાળો !


ગયું સાલ કેવું . . . . .


હતાં સર્વ સંગે ને સંબંધનાં ઉમંગે

છતાં ઓફિસી કામ કરતાં’તાં દંગે

ઘરે ‘શાંતિ રાખો’, સર આવું ઉભારો

ગયું સાલ કેવું . . . .. .


જે જોઈએ મળે નૈ સમસ્યા ટળે નૈ

હતાં બીજે કોઈ પણ ખુદ ના ઘરે નૈ !

હતાં જે ઘરે તેને ના મળતો વિસામો

ગયું સાલ . . .    


ઘણી દુઃખની વાતો વળી સુખનો નાતો

કંઈ છોડ્યું ઘણું ને પામ્યાં એ સંગાથો

જે પામી બેઠાં છો એને તો પિછાણો,


ગયું સાલ કેવું એને આપ જાણો

જે આવ્યું છે સામે એને તો પિછાણો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract