માંનો રોટલો
માંનો રોટલો
બોર થઈ ગયો ને હું રસબોર થઈ ગયો
વાતોથી આખો દાડો બેહાલ થઈ ગયો,
મોબાઈલ છે તો દિવસ સારો થઈ ગયો
ને આ દિલમાં થોડોક વરસાદ થઈ ગયો,
હવામાં રહેતો માનવ અડધો થઈ ગયો
જોને કુદરત આગળ લાચાર થઈ ગયો,
માંનો રોટલો આજ જો,હૈયે વસી ગયો
બાપુનું બટકું યાદોનો પરસાદ થઈ ગયો,
રંગીન નગરીનો શબાબ રાખ થઈ ગયો
ને 'આશુ'માં રે'તો જીવ હસતો થઈ ગયો.
